૧૨૯- તેઓ મૂસાને કહેવા લાગ્યા કે તમારા આવવા પહેલા પણ અમને દુઃખ આપવામાં આવતું હતું અને તમારા આવ્યા પછી પણ દુઃખ આપવામાં આવી રહ્યું છે, મૂસાએ કહ્યું કે નજીક માંજ અલ્લાહ તમારા શત્રુને નષ્ટ કરી દેશે અને તેના બદલામાં તમને આ ધરતીના નાયબ બનાવી દેશે, પછી તમારા કાર્યો જોશે.