૧૬૪- અને (તે સમય પણ યાદ કરો) જ્યારે તેમના માંથી એક જૂથે બીજા જૂથને કહ્યું કે તમે એવા લોકોને કેમ શિખામણ આપો છો, જેમને અલ્લાહ નષ્ટ કરવાવાળો છે, અથવા તેમને સખત સજા આપનાર છે ? તેઓએ જવાબ આપ્યો કે એટલા માટે કરીએ છીએ કે પોતાના પાલનહાર સમક્ષ નિર્દોષ બની જઈએ, અને કદાચ આ (નસીહત દ્વારા) આ લોકો પરહેજગારી અપનાવી લે.