૧૬૭- અને (તે સમય યાદ કરો) જ્યારે તમારા પાલનહારે એ સૂચના આપી કે, તે (અલ્લાહ) બની ઇસરાઈલ પર કયામત સુધી એવા લોકોને જરૂર નક્કી કરી દેશે જે તેઓને સખત સજા આપતા રહેશે, નિ:શંક તમારો પાલનહાર (નક્કી કરેલ સમય આવી ગયા પછી) અઝાબ આપવામાં વાર નથી કરતો, અને ખરેખર તે ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાવાન પણ છે.