કુરાન - 7:43 સુરહ આલ-અરાફ અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

وَنَزَعۡنَا مَا فِي صُدُورِهِم مِّنۡ غِلّٖ تَجۡرِي مِن تَحۡتِهِمُ ٱلۡأَنۡهَٰرُۖ وَقَالُواْ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِي هَدَىٰنَا لِهَٰذَا وَمَا كُنَّا لِنَهۡتَدِيَ لَوۡلَآ أَنۡ هَدَىٰنَا ٱللَّهُۖ لَقَدۡ جَآءَتۡ رُسُلُ رَبِّنَا بِٱلۡحَقِّۖ وَنُودُوٓاْ أَن تِلۡكُمُ ٱلۡجَنَّةُ أُورِثۡتُمُوهَا بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ

૪૩- જન્નતી લોકોના હૃદયોમાં સહેજ પણ (કપટ) હશે, તો અમે તેને દૂર કરી દઇશું, તેમની નીચે નહેરો વહી રહી હશે અને તે લોકો કહેશે કે પ્રશંસા તો અલ્લાહ માટે જ છે, જેણે અમને આ માર્ગ (જન્નતનો) બતાવ્યો, જો અલ્લાહ તઆલા અમને આ માર્ગ ન બતાવતો તો ક્યારેય અમે આ માર્ગ ન પામી શકતા, ખરેખર અમારા પાલનહારના પયગંબર સત્ય વાત લઇને આવ્યા હતા, અને તેઓને પોકારીને કહેવામાં આવશે કે આ જન્નતના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો, અને આ તે (નેક) કાર્યોનો બદલો છે, જે તમે દુનિયામાં કરતા રહ્યા.

Sign up for Newsletter