૧૪૪- મુહમ્મદ તો ફકત પયગંબર જ છે, તેમના પહેલા ઘણા પયગંબરો થઇ ચુકયા છે, શું જો તે મૃત્યુ પામે અથવા તો તે શહીદ થઇ જાય તો તમે (ઇસ્લામ માંથી) પોતાની એડી વડે ફરી જશો ? અને જે પણ પોતાની એડી વડે પાછો ફરી જાય તો તે કદાપિ અલ્લાહ તઆલાનું કંઇ બગાડી શકવાનો નથી, નજીક માંજ અલ્લાહ તઆલા આભારીઓને સારૂ વળતર આપશે.