૧૪૫- અલ્લાહ ના આદેશ વગર કોઇ જીવ નથી મરી શકતું, મૌતનો સમય નક્કી જ છે, જે વ્યક્તિ દુનિયામાં જ બદલો પ્રાપ્ત કરવાની ઈચ્છા માટે કામ કરશે તો અમે તેને દુનિયામાં જ બદલો આપી દઇએ છીએ. અને જે આખિરતનો સવાબ ઇચ્છતો હોય તો અમે તેને આખિરતમાં બદલો આપીશું અને આભારી લોકોને અમે નજીક માંજ સારૂ વળતર આપીશું.