૭) (જો) તમે સારા કર્મો કર્યા તો તે તમારા પોતાના જ ફાયદા માટે છે અને જો તમે ખોટાં કર્મો કર્યા તો તે પણ તમારા પોતાના માટે જ છે. ફરી જ્યારે બીજા વચનનો સમય આવ્યો, (કે અત્યાચારી વિજયી) તમારા ચહેરા બગાડી નાખે અને મસ્જિદે (અક્સા)માં એ રીતે જ પ્રવેશ કરે જે રીતે પ્રથમ વખત પ્રવેશ કર્યો હતો, અને જ્યાં જ્યાં પોતાનું બળ ચાલે તે જગ્યાને અસ્ત વ્યસ્ત કરી નાખે.