૯૩) અથવા તમારા માટે કોઈ સોનાનું ઘર હોય, અથવા તમે આકાશ પર ચઢી બતાવો, અને અમે તો તમારા ચઢી જવાને ત્યાં સુધી નહીં માનીએ, જ્યાં સુધી કે તમે અમારા માટે કોઈ કિતાબ લઇને ન આવો, જેને અમે પોતે પઢી લઇએ, તમે તેમને જવાબ આપી દો કે મારો પાલનહાર પવિત્ર છે, હું તો ફક્ત એક મનુષ્ય જ છું, જેને પયગંબર બનાવવામાં આવ્યો છે.