૧૯- હે અહલે કિતાબ ! અમારો પયગંબર તમારી પાસે તે સમયે આવ્યો, જ્યારે કે પયગંબરોનો આવવાનો સિલસિલો બંધ થઈ ગયો હતો અને આદેશોને સ્પષ્ટ રીતે વર્ણન કરી રહ્યો છે, જેથી તમે એમ ન કહી શકો કે અમારી પાસે કોઈ ખુશખબર આપનાર અથવા સચેત કરનાર તો આવ્યો જ નથી, લો, હવે તમારી પાસે ખુશખબર આપનાર અને સચેત કરનાર પણ આવી ગયો છે અને અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.