૭- અને અલ્લાહના તે એહસાનને યાદ કરો, જે તેણે તમારા ઉપર કર્યો અને તે મજબૂત વચનને પણ (યાદ રાખો) જે તમારી પાસેથી લેવામાં આવ્યું, જ્યારે કે તમે સમિઅના વ અતઅના (અમે સાંભળ્યુ અને ઈતાઅટ કબૂલ કરી), અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા દિલોની વાતોને જાણવાવાળો છે.