કુરાન - 4:11 સુરહ અન્નિસા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

يُوصِيكُمُ ٱللَّهُ فِيٓ أَوۡلَٰدِكُمۡۖ لِلذَّكَرِ مِثۡلُ حَظِّ ٱلۡأُنثَيَيۡنِۚ فَإِن كُنَّ نِسَآءٗ فَوۡقَ ٱثۡنَتَيۡنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَۖ وَإِن كَانَتۡ وَٰحِدَةٗ فَلَهَا ٱلنِّصۡفُۚ وَلِأَبَوَيۡهِ لِكُلِّ وَٰحِدٖ مِّنۡهُمَا ٱلسُّدُسُ مِمَّا تَرَكَ إِن كَانَ لَهُۥ وَلَدٞۚ فَإِن لَّمۡ يَكُن لَّهُۥ وَلَدٞ وَوَرِثَهُۥٓ أَبَوَاهُ فَلِأُمِّهِ ٱلثُّلُثُۚ فَإِن كَانَ لَهُۥٓ إِخۡوَةٞ فَلِأُمِّهِ ٱلسُّدُسُۚ مِنۢ بَعۡدِ وَصِيَّةٖ يُوصِي بِهَآ أَوۡ دَيۡنٍۗ ءَابَآؤُكُمۡ وَأَبۡنَآؤُكُمۡ لَا تَدۡرُونَ أَيُّهُمۡ أَقۡرَبُ لَكُمۡ نَفۡعٗاۚ فَرِيضَةٗ مِّنَ ٱللَّهِۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمٗا

૧૧- અલ્લાહ તઆલા તમને તમારા સંતાનો વિશે આદેશ આપે છે કે એક પુરુષનો ભાગ બે સ્ત્રીઓ (ના ભાગ) બરાબર છે અને જો સંતાનોમાં ફકત સ્ત્રીઓ જ હોય અને તે બે થી વધારે હોય તો તેણીઓને વારસના ધનમાં બેતૃત્યાંશ ભાગ મળશે અને જો એક જ સ્ત્રી હોય તો તેના માટે અડધો ભાગ છે અને મૃતકના સંતાન હોય અને માતાપિતા પણ હોય તો માતા-પિતા માંથી બન્ને માટે તેણે છોડેલા વારસા માંથી છઠ્ઠો ભાગ છે, અને જો મૃતકની સંતાન ન હોય અને વારસદાર માંથી ફક્ત માતા-પિતા જ હોય, તો તેની માતા માટે ત્રીજો ભાગ છે, હાઁ જો મૃતકના ભાઇ-બહેન પણ હોય તો પછી તેની માતા માટે છઠ્ઠો ભાગ છે, આ વહેંચણી વસિય્યત (પુરી કર્યા) પછી તેમજ મૃતકનું દેવું ચૂકવી દીધા પછી છે, તમે જાણતા નથી કે તમને ફાયદો પહોંચાડવા માટે તમારા માતા પિતા અને તમારા સંતાન માંથી વધારે નજીક કોણ છે? આ ભાગ અલ્લાહ તઆલા તરફથી નક્કી કરેલ છે, નિંશંક અલ્લાહ તઆલા સંપૂર્ણ જ્ઞાન અને હિકમતવાળો છે.

Sign up for Newsletter