કુરાન - 4:12 સુરહ અન્નિસા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

۞وَلَكُمۡ نِصۡفُ مَا تَرَكَ أَزۡوَٰجُكُمۡ إِن لَّمۡ يَكُن لَّهُنَّ وَلَدٞۚ فَإِن كَانَ لَهُنَّ وَلَدٞ فَلَكُمُ ٱلرُّبُعُ مِمَّا تَرَكۡنَۚ مِنۢ بَعۡدِ وَصِيَّةٖ يُوصِينَ بِهَآ أَوۡ دَيۡنٖۚ وَلَهُنَّ ٱلرُّبُعُ مِمَّا تَرَكۡتُمۡ إِن لَّمۡ يَكُن لَّكُمۡ وَلَدٞۚ فَإِن كَانَ لَكُمۡ وَلَدٞ فَلَهُنَّ ٱلثُّمُنُ مِمَّا تَرَكۡتُمۚ مِّنۢ بَعۡدِ وَصِيَّةٖ تُوصُونَ بِهَآ أَوۡ دَيۡنٖۗ وَإِن كَانَ رَجُلٞ يُورَثُ كَلَٰلَةً أَوِ ٱمۡرَأَةٞ وَلَهُۥٓ أَخٌ أَوۡ أُخۡتٞ فَلِكُلِّ وَٰحِدٖ مِّنۡهُمَا ٱلسُّدُسُۚ فَإِن كَانُوٓاْ أَكۡثَرَ مِن ذَٰلِكَ فَهُمۡ شُرَكَآءُ فِي ٱلثُّلُثِۚ مِنۢ بَعۡدِ وَصِيَّةٖ يُوصَىٰ بِهَآ أَوۡ دَيۡنٍ غَيۡرَ مُضَآرّٖۚ وَصِيَّةٗ مِّنَ ٱللَّهِۗ وَٱللَّهُ عَلِيمٌ حَلِيمٞ

૧૨- અને તમારી પત્નિ જે કંઇ છોડી મૃત્યુ પામે અને તેણીઓના સંતાન ન હોય તો અડધો ભાગ તમારો છે અને જો સંતાન હોય તો તેણીએ છોડેલા વારસા માંથી તમારા માટે ચોથો ભાગ છે, અને આ વહેંચણી વસિય્યત પુરી કર્યા પછી તેમજ તેમનું દેવું ચૂકવી દીધા પછી થશે, અને જો તમારી સંતાન ન હોય તો પત્નીનો ચોથો ભાગ છે, અને જો તમારા સંતાન હોય તો પછી તેમને તમારા વારસાનો આઠમો ભાગ મળશે, તે વસિય્યત પુરી કર્યા પછી તેમજ તેનું દેવું ચૂકવી દીધા પછી થશે, અને મૃતક કલાલહ હોય ભલે ને તે પુરુષ હોય અથવા સ્ત્રી, અને તેનો એક ભાઈ અને એક બહેન હોય, તો તેમના માટે વારસા માંથી છઠ્ઠો ભાગ છે, અને જો બહેન ભાઈ એકથી વધારે હોય તો એકતૃત્યાંશ માલમાં સૌ ભાગીદાર રહેશે, અને આ વહેંચણી વસિય્યત પુરી કર્યા પછી તેમજ તેનું દેવું ચૂકવી દીધા પછી થશે, શરત એ કે તેના દેવાની ચુકવણીથી અથવા વસિયત પુરી કરવામાં કોઈને પણ નુકસાન ન પહોંચતું હોય, આ અલ્લાહ તઆલા તરફથી નક્કી કરેલા ભાગ છે, અલ્લાહ તઆલા જ્ઞાનવાળો અને ધૈર્યવાન છે.

Sign up for Newsletter