કુરાન - 4:127 સુરહ અન્નિસા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

وَيَسۡتَفۡتُونَكَ فِي ٱلنِّسَآءِۖ قُلِ ٱللَّهُ يُفۡتِيكُمۡ فِيهِنَّ وَمَا يُتۡلَىٰ عَلَيۡكُمۡ فِي ٱلۡكِتَٰبِ فِي يَتَٰمَى ٱلنِّسَآءِ ٱلَّـٰتِي لَا تُؤۡتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرۡغَبُونَ أَن تَنكِحُوهُنَّ وَٱلۡمُسۡتَضۡعَفِينَ مِنَ ٱلۡوِلۡدَٰنِ وَأَن تَقُومُواْ لِلۡيَتَٰمَىٰ بِٱلۡقِسۡطِۚ وَمَا تَفۡعَلُواْ مِنۡ خَيۡرٖ فَإِنَّ ٱللَّهَ كَانَ بِهِۦ عَلِيمٗا

૧૨૭- અને (હે પયગંબર) તમને લોકો સ્ત્રીઓ વિશે ફતવો પુછી રહ્યાં છે , તમે તેમને કહી દો કે અલ્લાહ પોતે તેણીઓ વિશે ફતવો આપી રહ્યો છે. અને તે વિશે પણ (ફતવો આપી રહ્યો છે) જે અનાથ સ્ત્રીઓ વિશે આ કિતાબમાં (કુરઆન)માં પહેલાથી જ તમને વર્ણન કરી ચુક્યા છે, જેમના નક્કી કરેલ અધિકારો તમે આપતા નથી, (વિરાસતનો માલ વગેરે) અને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખો છો. અને તે બાળકો વિશે પણ (ફતવો આપી રહ્યો છે) જે અશક્ત છે, એવી જ રીતે અલ્લાહ તમને એ પણ આદેશ આપી રહ્યો છે કે તમે અનાથ સાથે ન્યાય કરતા રહો અને જે ભલાઈનું કામ તમે કરો છો અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે.

Sign up for Newsletter