૧૫૦- જે લોકો અલ્લાહનો અને તેના પયગંબરોનો ઇન્કાર કરે છે અને ઇચ્છે છે કે અલ્લાહ અને તેના પયગંબર વચ્ચે ભેદભાવ રાખે અને કહે છે કે કેટલાક પયગંબરો પર અમારું ઈમાન છે અને કેટલાક પર (ઈમાન) નથી અને એવું ઇચ્છે છે કે કૂફર અને ઈમાન વચ્ચે (એક ત્રીજો) માર્ગ અપનાવી લે.