૧૫૫- પછી તેમની સાથે જે કંઈ પણ થયું, એટલા માટે કે તેઓએ પોતાનું વચન તોડ્યું, અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, પયગંબરોને નાહક કતલ કર્યા, અને આમ કહ્યું કે અમારા દિલો પર પરદો છે, જો કે સત્યતા એ છે કે તેમના કૂફરના કારણે અલ્લાહએ તેમના દિલો પર મહોર લગાવી દીધી. એટલા માટે તેઓ થોડીક જ વાતો સિવાય કોઈ વાત પર ઈમાન નથી લાવતા.