કુરાન - 4:171 સુરહ અન્નિસા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

يَـٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لَا تَغۡلُواْ فِي دِينِكُمۡ وَلَا تَقُولُواْ عَلَى ٱللَّهِ إِلَّا ٱلۡحَقَّۚ إِنَّمَا ٱلۡمَسِيحُ عِيسَى ٱبۡنُ مَرۡيَمَ رَسُولُ ٱللَّهِ وَكَلِمَتُهُۥٓ أَلۡقَىٰهَآ إِلَىٰ مَرۡيَمَ وَرُوحٞ مِّنۡهُۖ فَـَٔامِنُواْ بِٱللَّهِ وَرُسُلِهِۦۖ وَلَا تَقُولُواْ ثَلَٰثَةٌۚ ٱنتَهُواْ خَيۡرٗا لَّكُمۡۚ إِنَّمَا ٱللَّهُ إِلَٰهٞ وَٰحِدٞۖ سُبۡحَٰنَهُۥٓ أَن يَكُونَ لَهُۥ وَلَدٞۘ لَّهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلٗا

૧૭૧- હે અહલે કિતાબ ! પોતાના દીનમાં ગુલૂ ન કરો અને અલ્લાહ તઆલા માટે સત્યવાત સિવાય બીજું કંઈ ન કહો, મસીહ ઈસા બિન મરયમ તો ફકત અલ્લાહ તઆલાના પયગંબર અને તેનો કલ્મો હતા. જેને અલ્લાહએ મરયમ તરફ મોકલ્યો હતો, તે તેની તરફ એક રૂહ હતા, એટલા માટે તમે અલ્લાહ અને તેના સૌ પયગંબરો પર ઈમાન લાવો અને એવું ન કહો કે (અલ્લાહ) ત્રણ છે, આવું કહેવાનું છોડી દો, આ જ તમારા માટે ઉત્તમ છે, ફક્ત અલ્લાહ એકલો જ ઇલાહ છે, તે આ વાતથી પાક છે કે તેની કોઈ સંતાન હોય,જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે, બધું જ અલ્લાહનું છે, અને અલ્લાહ એકલો જ (સૃષ્ટિની વ્યવસ્થા કરવા માટે) પૂરતો છે.

Sign up for Newsletter