કુરાન - 4:77 સુરહ અન્નિસા અનુવાદ, લિપ્યંતરણ અને તફ્સીરસ (તફ્સીર).

أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ قِيلَ لَهُمۡ كُفُّوٓاْ أَيۡدِيَكُمۡ وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ فَلَمَّا كُتِبَ عَلَيۡهِمُ ٱلۡقِتَالُ إِذَا فَرِيقٞ مِّنۡهُمۡ يَخۡشَوۡنَ ٱلنَّاسَ كَخَشۡيَةِ ٱللَّهِ أَوۡ أَشَدَّ خَشۡيَةٗۚ وَقَالُواْ رَبَّنَا لِمَ كَتَبۡتَ عَلَيۡنَا ٱلۡقِتَالَ لَوۡلَآ أَخَّرۡتَنَآ إِلَىٰٓ أَجَلٖ قَرِيبٖۗ قُلۡ مَتَٰعُ ٱلدُّنۡيَا قَلِيلٞ وَٱلۡأٓخِرَةُ خَيۡرٞ لِّمَنِ ٱتَّقَىٰ وَلَا تُظۡلَمُونَ فَتِيلًا

૭૭- શું તમે તેઓને નથી જોયા જેઓને આદેશ આપવામાં આવ્યો હતો કે (હમણાં યુદ્ધ માટે) પોતાના હાથ રોકી રાખો અને (હમણાં તો ફક્ત) નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો, પછી જ્યારે તેઓને જિહાદનો આદેશ આપવામાં આવ્યો તો તે જ સમયે કેટલાક લોકો એવી રીતે ડરવા લાગ્યા જેવું કે અલ્લાહ તઆલાથી ડરવુ જોઈએ અથવા તેના કરતા પણ વધારે, અને કહેવા લાગ્યા, હે અમારા પાલનહાર ! તેં અમારા પર જેહાદ કેમ ફરજિયાત કરી દીધું ? અમને થોડીક મહોલત કેમ ન આપી ? તમે તેઓને કહી દો કે દુનિયાનો આરામ ઘણો જ ઓછો છે અને ડરવાવાળાઓ માટે તો આખિરત જ ઉત્તમ છે અને તમારા પર એક દોરા બરાબર પણ અત્યાચાર કરવામાં નહીં આવે.

Sign up for Newsletter