૮૮- (મુસલમાનો) તમને શું થઇ ગયું છે કે તમે મુનાફિકો બાબતે બે જૂથ બની ગયા છો ? જો કે અલ્લાહ તઆલાએ તેમને તેઓના કાર્યોના કારણે ઊંધા કરી દીધા છે, હવે શું તમે એવું ઇચ્છો છો કે અલ્લાહ તઆલાએ પથભ્રષ્ટ કરેલા લોકોને તમે સત્યમાર્ગ પર લાવી દો, જેને અલ્લાહ તઆલા ગુમરાહ કરી દે તમે ક્યારેય તેના માટે કોઇ માર્ગ નહીં પામો.