૧૬૫- જ્યારે (ઉહદના દિવસે) તમારા પર મુસીબત આવી તો તમે પોકારી ઉઠ્યા કે આ ક્યાંથી આવી ગઈ, જો કે તમે તેના કરતાં બમણો સદમો કાફિરોને પહોંચાડી ચુક્યા છો, આપ મુસલમાનોને કહી દો કે આ મુસીબત તો તમારા કાર્યોના કારણે જ તમને પહોંચી છે, ખરેખર અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.