૪૭- મરયમ કહેવા લાગી અલ્લાહ મને બાળક કેવી રીતે થશે ? જ્યારે કે મને તો કોઇ માનવીએ સ્પર્શ પણ નથી કર્યું, અલ્લાહએ કહ્યું આવી જ રીતે થશે, અલ્લાહ તઆલા જે ઇચ્છે છે તે પેદા કરે છે. જ્યારે પણ તે કોઇ કાર્યને કરવા ઇચ્છે છે તો ફકત આવું કહી દે છે કે થઇ જા તો તે થઇ જાય છે.