بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
۞وَلَوۡ أَنَّنَا نَزَّلۡنَآ إِلَيۡهِمُ ٱلۡمَلَـٰٓئِكَةَ وَكَلَّمَهُمُ ٱلۡمَوۡتَىٰ وَحَشَرۡنَا عَلَيۡهِمۡ كُلَّ شَيۡءٖ قُبُلٗا مَّا كَانُواْ لِيُؤۡمِنُوٓاْ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ يَجۡهَلُونَ
૧૧૧ - અને જો અમે તેઓની પાસે ફરિશ્તાઓને મોકલી દેતા અને તેઓ સાથે મૃતકો વાતો પણ કરવા લાગતા, અને અમે તે દરેક નિશાનીઓ તેઓની આંખો સમક્ષ રજૂ કરી દેતા, તો પણ આ લોકો કયારેય ઈમાન ન લાવતા, હાં જો અલ્લાહ ઇચ્છે તો વાત અલગ છે, પરંતુ તેઓમાં વધુ લોકો અજ્ઞાનતાની વાતો કરે છે.
وَكَذَٰلِكَ جَعَلۡنَا لِكُلِّ نَبِيٍّ عَدُوّٗا شَيَٰطِينَ ٱلۡإِنسِ وَٱلۡجِنِّ يُوحِي بَعۡضُهُمۡ إِلَىٰ بَعۡضٖ زُخۡرُفَ ٱلۡقَوۡلِ غُرُورٗاۚ وَلَوۡ شَآءَ رَبُّكَ مَا فَعَلُوهُۖ فَذَرۡهُمۡ وَمَا يَفۡتَرُونَ
૧૧૨- અને (જે રીતે આ લોકો અમારા પયગંબર સાથે દુશ્મની કરી રહ્યાં છે) એવી જ રીતે અમે દરેક (પાછળના) પયગંબરો માટે કોઈને કોઈ દુશ્મન બનાવ્યા હતા, અર્થાત ઇન્સાન અને જિન્નાતો માંથી શેતાની લોકો, જે ધોખો આપવા માટે એકબીજાને મીઠી વાતો શીખવાડતા રહે છે, અને જો અલ્લાહ ઇચ્છતો તો આવું ન કરતા, એટલા માટે તેઓને તેમના જુઠમાં પડયા રહેવા દો.
وَلِتَصۡغَىٰٓ إِلَيۡهِ أَفۡـِٔدَةُ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ وَلِيَرۡضَوۡهُ وَلِيَقۡتَرِفُواْ مَا هُم مُّقۡتَرِفُونَ
૧૧૩- અને (તેઓ એવા કામ) એટલા માટે (પણ કરે છે) કે જે લોકો આખિરતના દિવસ પર ઈમાન નથી લાવતા, તેમના દિલ તે તરફ આકર્ષિત થાય, અને તે લોકો તેને પંસદ કરી લે, અને તે લોકો બુરાઈ કરતા જ રહે, જે હમણાં કરી રહ્યા છે.
أَفَغَيۡرَ ٱللَّهِ أَبۡتَغِي حَكَمٗا وَهُوَ ٱلَّذِيٓ أَنزَلَ إِلَيۡكُمُ ٱلۡكِتَٰبَ مُفَصَّلٗاۚ وَٱلَّذِينَ ءَاتَيۡنَٰهُمُ ٱلۡكِتَٰبَ يَعۡلَمُونَ أَنَّهُۥ مُنَزَّلٞ مِّن رَّبِّكَ بِٱلۡحَقِّۖ فَلَا تَكُونَنَّ مِنَ ٱلۡمُمۡتَرِينَ
૧૧૪- ( હે પયગંબર) તમે તેમને કહો કે હું શું અલ્લાહ સિવાય કોઇ બીજા નિર્ણય કરનારને શોધું ? જો કે તેણે તમારી તરફ વિસ્તારપૂર્વક એક કિતાબ ઉતારી છે, અને જે લોકોને અમે કિતાબ આપી છે, તેઓ જાણે છે કે આ કિતાબ તમારા પાલનહાર તરફથી સત્ય સાથે ઉતારવામાં આવી છે, એટલા માટે તમે શંકા કરનારાઓ સાથે શામેલ ન થશો.
وَتَمَّتۡ كَلِمَتُ رَبِّكَ صِدۡقٗا وَعَدۡلٗاۚ لَّا مُبَدِّلَ لِكَلِمَٰتِهِۦۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ
૧૧૫- તમારા પાલનહારની વાણી સત્ય અને ન્યાયની રીતે પૂરતી છે, તેની વાણીને કોઇ બદલી શકતું નથી અને તે ખૂબ સારી રીતે સાંભળવાવાળો, જાણવાવાળો છે.
وَإِن تُطِعۡ أَكۡثَرَ مَن فِي ٱلۡأَرۡضِ يُضِلُّوكَ عَن سَبِيلِ ٱللَّهِۚ إِن يَتَّبِعُونَ إِلَّا ٱلظَّنَّ وَإِنۡ هُمۡ إِلَّا يَخۡرُصُونَ
૧૧૬- (હે મુહમ્મદ) જો તમે ઝમીનના રહેવાસીઓ માંથી ઘણા લોકોની વાતોને માની લેશો તો તેઓ તમને અલ્લાહના માર્ગથી ભટકાવી દેશે, તેઓ તો ફકત કાલ્પનિક વાતોનું અનુસરણ કરે છે, અને અનુમાન કરે છે.
إِنَّ رَبَّكَ هُوَ أَعۡلَمُ مَن يَضِلُّ عَن سَبِيلِهِۦۖ وَهُوَ أَعۡلَمُ بِٱلۡمُهۡتَدِينَ
૧૧૭- નિ:શંક તમારો પાલનહાર તેઓને ખૂબ સારી રીતે જાણે છે, જે તેના માર્ગથી હટી ગયો છે. અને તે હિદાયત પામેલ લોકોને પણ સારી રીતે જાણે છે.
فَكُلُواْ مِمَّا ذُكِرَ ٱسۡمُ ٱللَّهِ عَلَيۡهِ إِن كُنتُم بِـَٔايَٰتِهِۦ مُؤۡمِنِينَ
૧૧૮- (હે ઈમાનવાળાઓ!) જો તમે અલ્લાહની આયતો પર ઈમાન ધરાવતા હોય તો જે વસ્તુ પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેને ખાઓ.
وَمَا لَكُمۡ أَلَّا تَأۡكُلُواْ مِمَّا ذُكِرَ ٱسۡمُ ٱللَّهِ عَلَيۡهِ وَقَدۡ فَصَّلَ لَكُم مَّا حَرَّمَ عَلَيۡكُمۡ إِلَّا مَا ٱضۡطُرِرۡتُمۡ إِلَيۡهِۗ وَإِنَّ كَثِيرٗا لَّيُضِلُّونَ بِأَهۡوَآئِهِم بِغَيۡرِ عِلۡمٍۚ إِنَّ رَبَّكَ هُوَ أَعۡلَمُ بِٱلۡمُعۡتَدِينَ
૧૧૯- શું વાત છે, તમે તે વસ્તુ ન ખાઓ, જેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, જો કે જે કંઈ તેણે તમારા પર હરામ કર્યું છે, તેની સ્પષ્ટતા વિસ્તારપૂર્વક તમારી સમક્ષ વર્ણન કરી દીધી છે, પરંતુ (કોઈ હરામ વસ્તુ ખાવા પર) મજબૂર થઈ જાઓ. અને ઘણા લોકો એવા છે, જે જ્ઞાન વગર જ (ફક્ત) પોતાની મનેચ્છાઓ પાછળ લાગી અન્યને પથભ્રષ્ટ કરતા રહે છે, તમારો પાલનહાર આવા હદ વટાવી દેનાર લોકોને ખૂબ સારી રીતે જાણે છે.
وَذَرُواْ ظَٰهِرَ ٱلۡإِثۡمِ وَبَاطِنَهُۥٓۚ إِنَّ ٱلَّذِينَ يَكۡسِبُونَ ٱلۡإِثۡمَ سَيُجۡزَوۡنَ بِمَا كَانُواْ يَقۡتَرِفُونَ
૧૨૦- અને તમે ખુલ્લા અને છૂપા પાપોને છોડી દો, નિ:શંક જે લોકો પાપ કરી રહ્યા છે, તેઓને તેઓના કાર્યોની નજીક માંજ સજા મળશે.