بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
أَوۡ خَلۡقٗا مِّمَّا يَكۡبُرُ فِي صُدُورِكُمۡۚ فَسَيَقُولُونَ مَن يُعِيدُنَاۖ قُلِ ٱلَّذِي فَطَرَكُمۡ أَوَّلَ مَرَّةٖۚ فَسَيُنۡغِضُونَ إِلَيۡكَ رُءُوسَهُمۡ وَيَقُولُونَ مَتَىٰ هُوَۖ قُلۡ عَسَىٰٓ أَن يَكُونَ قَرِيبٗا
૫૧) અથવા બીજું કોઈ એવું સર્જન, જે તમારા મતે ઘણું જ સખત હોય, (બની જાઓ તો પણ અલ્લાહ ફરી વખત જીવિત કરી દેશે) પછી તે લોકો એમ પૂછે, કે અમને બીજી વાર કોણ જીવિત કરશે? તમે જવાબ આપી દો કે તે જ પેદા કરશે, જેણે તમને પ્રથમ વખત પેદા કર્યા, પછી તેઓ તમારી સમક્ષ માથું હલાવીને પૂછશે કે સારું તો આવું ક્યારે થશે ? તમે જવાબ આપી દો કે કદાચ તે સમય નજીક જ હોય.
يَوۡمَ يَدۡعُوكُمۡ فَتَسۡتَجِيبُونَ بِحَمۡدِهِۦ وَتَظُنُّونَ إِن لَّبِثۡتُمۡ إِلَّا قَلِيلٗا
૫૨) જે દિવસે તે તમને બોલાવશે, તમે તેની પ્રશંસા કરતા, તેના આદેશોનું અનુસરણ કરશો અને વિચારશો કે અમે (દુનિયામાં) ખૂબ જ ઓછા રોકાયા.
وَقُل لِّعِبَادِي يَقُولُواْ ٱلَّتِي هِيَ أَحۡسَنُۚ إِنَّ ٱلشَّيۡطَٰنَ يَنزَغُ بَيۡنَهُمۡۚ إِنَّ ٱلشَّيۡطَٰنَ كَانَ لِلۡإِنسَٰنِ عَدُوّٗا مُّبِينٗا
૫૩) તમે મારા બંદાઓને કહી દો કે તે જ વાત ઝબાનથી કાઢે જે સારી હોય, કારણકે શેતાન અંદરોઅંદર વિવાદ કરાવે છે. નિ:શંક શેતાન માનવીનો ખુલ્લો દુશ્મન છે.
رَّبُّكُمۡ أَعۡلَمُ بِكُمۡۖ إِن يَشَأۡ يَرۡحَمۡكُمۡ أَوۡ إِن يَشَأۡ يُعَذِّبۡكُمۡۚ وَمَآ أَرۡسَلۡنَٰكَ عَلَيۡهِمۡ وَكِيلٗا
૫૪) તમારો પાલનહાર તમારી સ્થિતિ ખૂબ સારી રીતે જાણે છે, તે ઇચ્છે તો તમારા પર દયા કરે અથવા ઇચ્છે તો તમને અઝાબ આપે, (હે નબી !) અમે તમને તેઓના વકીલ બનાવી નથી મોકલ્યા.
وَرَبُّكَ أَعۡلَمُ بِمَن فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۗ وَلَقَدۡ فَضَّلۡنَا بَعۡضَ ٱلنَّبِيِّـۧنَ عَلَىٰ بَعۡضٖۖ وَءَاتَيۡنَا دَاوُۥدَ زَبُورٗا
૫૫) આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે તમારો પાલનહાર તે બધું જ ખૂબ સારી રીતે જાણે છે, અમે કેટલાક પયગંબરોને કેટલાક પર પ્રાથમિકતા આપી છે અને દાઉદને અમે ઝબુર આપી.
قُلِ ٱدۡعُواْ ٱلَّذِينَ زَعَمۡتُم مِّن دُونِهِۦ فَلَا يَمۡلِكُونَ كَشۡفَ ٱلضُّرِّ عَنكُمۡ وَلَا تَحۡوِيلًا
૫૬) તમે તેમને કહી દો કે તેમને પોકારો, જેમને તમે અલ્લાહ સિવાય મઅબૂદ સમજો છો , ન તો તે તમારી કોઈ તકલીફને દૂર કરી શકે છે અને ન તો બદલી શકે છે.
أُوْلَـٰٓئِكَ ٱلَّذِينَ يَدۡعُونَ يَبۡتَغُونَ إِلَىٰ رَبِّهِمُ ٱلۡوَسِيلَةَ أَيُّهُمۡ أَقۡرَبُ وَيَرۡجُونَ رَحۡمَتَهُۥ وَيَخَافُونَ عَذَابَهُۥٓۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحۡذُورٗا
૫૭) જેમને આ લોકો પોકારે છે તે પોતે જ પોતાના પાલનહારની નિકટતા શોધે છે, કે તેઓ માંથી કોઈ તેની નિકટતા પ્રાપ્ત કરી લે, તે પોતે અલ્લાહની દયાની આશા રાખે છે અને તેના અઝાબથી ભયભીત રહે છે. ખરેખર તમારા પાલનહારનો અઝાબ એવી વસ્તુ છે, જેનાથી ડરવું જોઈએ.
وَإِن مِّن قَرۡيَةٍ إِلَّا نَحۡنُ مُهۡلِكُوهَا قَبۡلَ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ أَوۡ مُعَذِّبُوهَا عَذَابٗا شَدِيدٗاۚ كَانَ ذَٰلِكَ فِي ٱلۡكِتَٰبِ مَسۡطُورٗا
૫૮) જેટલી પણ વસ્તીઓ છે અમે કયામતના દિવસ પહેલા તેમને નષ્ટ કરી દઇશું અથવા સખત સજા આપીશું, આ તો કિતાબમાં લખી દેવામાં આવ્યું છે.
وَمَا مَنَعَنَآ أَن نُّرۡسِلَ بِٱلۡأٓيَٰتِ إِلَّآ أَن كَذَّبَ بِهَا ٱلۡأَوَّلُونَۚ وَءَاتَيۡنَا ثَمُودَ ٱلنَّاقَةَ مُبۡصِرَةٗ فَظَلَمُواْ بِهَاۚ وَمَا نُرۡسِلُ بِٱلۡأٓيَٰتِ إِلَّا تَخۡوِيفٗا
૫૯) જે વાત અમને મુઅજિઝા મોકલવાથી રોકે છે તે વાત એ છે કે પહેલાના લોકો તેને જુઠલાવી ચૂક્યા છે, અમે ષમૂદના લોકોને મુઅજિઝા રૂપે ઊંટડી આપી હતી, પરંતુ તે લોકોએ તેના પર જુલ્મ કર્યો હતો , અમે તો લોકોને ડરાવવા માટે જ મુઅજિઝા મોકલીએ છીએ.
وَإِذۡ قُلۡنَا لَكَ إِنَّ رَبَّكَ أَحَاطَ بِٱلنَّاسِۚ وَمَا جَعَلۡنَا ٱلرُّءۡيَا ٱلَّتِيٓ أَرَيۡنَٰكَ إِلَّا فِتۡنَةٗ لِّلنَّاسِ وَٱلشَّجَرَةَ ٱلۡمَلۡعُونَةَ فِي ٱلۡقُرۡءَانِۚ وَنُخَوِّفُهُمۡ فَمَا يَزِيدُهُمۡ إِلَّا طُغۡيَٰنٗا كَبِيرٗا
૬૦) અને જ્યારે અમે તમને કહ્યું હતું કે તમારા પાલનહારે લોકોને ઘેરાવમાં લઇ લીધા છે, અને જે દ્રશ્ય (મેઅરાજનો કિસ્સો) અમે તમને નરી આંખે બતાવ્યો અને એવી જ રીતે, તે વૃક્ષ પણ, જેના પર કુરઆનમાં લઅનત કરવામાં આવી છે, તે લોકો માટે સ્પષ્ટ કસોટી હતી, અમે તે લોકોને ડરાવી રહ્યા છીએ, પરંતુ ચેતવણી તેમના વિદ્રોહ વધારો જ કરતી જાય છે.