بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَسۡـَٔلُواْ عَنۡ أَشۡيَآءَ إِن تُبۡدَ لَكُمۡ تَسُؤۡكُمۡ وَإِن تَسۡـَٔلُواْ عَنۡهَا حِينَ يُنَزَّلُ ٱلۡقُرۡءَانُ تُبۡدَ لَكُمۡ عَفَا ٱللَّهُ عَنۡهَاۗ وَٱللَّهُ غَفُورٌ حَلِيمٞ
૧૦૧- હે ઈમાનવાળાઓ ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને તે વાત જણાવી દેવામાં આવે તો તમને પસંદ નહી આવે અને જો તમે કુરઆનના અવતરણના સમયે તે વાતો વિશે સવાલ કરશો તો તે તમારા પર જાહેર કરી દેવામાં આવશે, પાછલા સવાલોને અલ્લાહ તઆલાએ માફ કરી દીધા અને અલ્લાહ ખૂબ જ માફ કરનાર અને ધૈર્યવાન છે.
قَدۡ سَأَلَهَا قَوۡمٞ مِّن قَبۡلِكُمۡ ثُمَّ أَصۡبَحُواْ بِهَا كَٰفِرِينَ
૧૦૨- આવી વાતો તમારાથી પહેલા બીજા લોકોએ પણ પૂછી હતી, પછી તે વાતોના કારણે તેઓ ઇન્કાર કરનારા બની ગયા.
مَا جَعَلَ ٱللَّهُ مِنۢ بَحِيرَةٖ وَلَا سَآئِبَةٖ وَلَا وَصِيلَةٖ وَلَا حَامٖ وَلَٰكِنَّ ٱلَّذِينَ كَفَرُواْ يَفۡتَرُونَ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَۖ وَأَكۡثَرُهُمۡ لَا يَعۡقِلُونَ
૧૦૩- અલ્લાહ તઆલાએ ન બહીરહને , ન સાઇબહને, ન વસીલહને, અને ન હામને હલાલ કર્યા છે, (આ તે જાનવરોના નામ છે જેને મક્કાના મુશરિક લોકો અલ્લાહ સિવાય બીજા પૂજ્યોના નામ લઇ કુરબાન કરતા હતા). પરંતુ જે લોકો કાફિર છે તે અલ્લાહ તઆલા પર જુઠ્ઠાણું બાંધે છે અને તેમના માંથી ઘણા મૂર્ખ છે.
وَإِذَا قِيلَ لَهُمۡ تَعَالَوۡاْ إِلَىٰ مَآ أَنزَلَ ٱللَّهُ وَإِلَى ٱلرَّسُولِ قَالُواْ حَسۡبُنَا مَا وَجَدۡنَا عَلَيۡهِ ءَابَآءَنَآۚ أَوَلَوۡ كَانَ ءَابَآؤُهُمۡ لَا يَعۡلَمُونَ شَيۡـٔٗا وَلَا يَهۡتَدُونَ
૧૦૪- અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે આઓ! તે વસ્તુ તરફ જે અલ્લાહ તઆલાએ ઉતારી છે અને આઓ રસૂલ તરફ, તો કહે છે કે અમારા માટે તે જ પૂરતુ છે જેના પર અમે અમારા પૂર્વજોને જોયા, ભલેને તેઓના પૂર્વજો કંઈ પણ જાણતા ન હોય, અને ન તો હિદાયત પર હોય. (તો પણ તેઓ તેમનું જ અનુસરણ કરશે).
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ عَلَيۡكُمۡ أَنفُسَكُمۡۖ لَا يَضُرُّكُم مَّن ضَلَّ إِذَا ٱهۡتَدَيۡتُمۡۚ إِلَى ٱللَّهِ مَرۡجِعُكُمۡ جَمِيعٗا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ
૧૦૫- હે ઈમાનવાળાઓ ! પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર હશો તો કોઈ બીજાની ગુમરાહી તમારું કઇ પણ બગાડી નહિ શકે, અલ્લાહ તરફ જ તમારે સૌએ પાછા ફરવાનું છે, તે તમને સૌને બતાવી દેશે જે કંઈ તમે કરતા હતા.
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ شَهَٰدَةُ بَيۡنِكُمۡ إِذَا حَضَرَ أَحَدَكُمُ ٱلۡمَوۡتُ حِينَ ٱلۡوَصِيَّةِ ٱثۡنَانِ ذَوَا عَدۡلٖ مِّنكُمۡ أَوۡ ءَاخَرَانِ مِنۡ غَيۡرِكُمۡ إِنۡ أَنتُمۡ ضَرَبۡتُمۡ فِي ٱلۡأَرۡضِ فَأَصَٰبَتۡكُم مُّصِيبَةُ ٱلۡمَوۡتِۚ تَحۡبِسُونَهُمَا مِنۢ بَعۡدِ ٱلصَّلَوٰةِ فَيُقۡسِمَانِ بِٱللَّهِ إِنِ ٱرۡتَبۡتُمۡ لَا نَشۡتَرِي بِهِۦ ثَمَنٗا وَلَوۡ كَانَ ذَا قُرۡبَىٰ وَلَا نَكۡتُمُ شَهَٰدَةَ ٱللَّهِ إِنَّآ إِذٗا لَّمِنَ ٱلۡأٓثِمِينَ
૧૦૬- હે ઈમાનવાળાઓ ! જો તમારા માંથી કોઈની મૌત આવી પહોંચે, તો વસિયત કરતી વખતે પોતાના (મુસલમાનો માંથી) બે ન્યાય કરનારને નિર્ણાયક બનાવી લો, અને જો તમે સફરમાં હોવ, ત્યાં તમને મૌત આવી પહોંચે તો બે બિન મુસ્લિમોને પણ ગવાહ બનાવી શકો છો, જો તમને કોઈ શંકા થાય તો તે બન્નેને નમાઝ પછી મસ્જિદમાં રોકી લો, પછી તે અલ્લાહની કસમ ખાઈ કહે કે અમે (અમારા ફાયદા માટે) ગવાહી વેચનારા નથી, ભલેને અમારો કોઈ સંબંધી જ કેમ ન હોય, અને અમે (અલ્લાહ માટે) ગવાહી નહિ છુપાવીએ અને જો અમે આવું કરીશું તો અમે પાપી બની જઈશું,
فَإِنۡ عُثِرَ عَلَىٰٓ أَنَّهُمَا ٱسۡتَحَقَّآ إِثۡمٗا فَـَٔاخَرَانِ يَقُومَانِ مَقَامَهُمَا مِنَ ٱلَّذِينَ ٱسۡتَحَقَّ عَلَيۡهِمُ ٱلۡأَوۡلَيَٰنِ فَيُقۡسِمَانِ بِٱللَّهِ لَشَهَٰدَتُنَآ أَحَقُّ مِن شَهَٰدَتِهِمَا وَمَا ٱعۡتَدَيۡنَآ إِنَّآ إِذٗا لَّمِنَ ٱلظَّـٰلِمِينَ
૧૦૭ - પછી જો તમને ખબર પડી જાય કે તે બન્ને ગુનાહમાં પડી સત્ય વાત છુપાવી રહ્યા છે, તો તેમની જગ્યાએ બીજા બે ગવાહી આપનાર ઉભા થાય, જે પહેલા બન્ને (બિન મુસ્લિમ) ગવાહો કરતા સક્ષમ હોય, અને તે લોકો તરફથી હોય, જેમનો હક મારવામાં આવ્યો હોય, તે અલ્લાહની કસમ ખાઈ કહે, કે અમારી સાક્ષી પહેલાના બન્ને સાક્ષીઓ કરતા વધારે સાચી છે અને અમે કોઈ અતિરેક નથી કર્યો. જો અમે આવું કર્યું તો ખરેખર અમે ઝાલિમ બની જઈશું.
ذَٰلِكَ أَدۡنَىٰٓ أَن يَأۡتُواْ بِٱلشَّهَٰدَةِ عَلَىٰ وَجۡهِهَآ أَوۡ يَخَافُوٓاْ أَن تُرَدَّ أَيۡمَٰنُۢ بَعۡدَ أَيۡمَٰنِهِمۡۗ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱسۡمَعُواْۗ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ
૧૦૮- આ રીત વધારે યોગ્ય લાગે છે કે લોકો સાચી ગવાહી આપતા રહેશે, અથવા એ વાતથી ડરતા રહેશે કે તેમની કસમો ખાઈ લીધા પછી બીજા બન્નેની કસમોના કારણે રદ ન થઈ જાય, અને અલ્લાહથી ડરતા રહો અને તેના આદેશો ધ્યાનથી સાંભળો અને અલ્લાહ અવજ્ઞાકારી લોકોને હિદાયત નથી આપતો.
۞يَوۡمَ يَجۡمَعُ ٱللَّهُ ٱلرُّسُلَ فَيَقُولُ مَاذَآ أُجِبۡتُمۡۖ قَالُواْ لَا عِلۡمَ لَنَآۖ إِنَّكَ أَنتَ عَلَّـٰمُ ٱلۡغُيُوبِ
૧૦૯- જે દિવસે અલ્લાહ તઆલા દરેક પયગંબરોને ભેગા કરશે અને તેમને પુછશે કે તમને (દુનિયામાં) શું જવાબ મળ્યો હતો, તેઓ કહેશે કે અમને કંઈ જ ખબર નથી, તું જ ખરેખર છૂપી વાતોને પૂરી રીતે જાણનાર છે.
إِذۡ قَالَ ٱللَّهُ يَٰعِيسَى ٱبۡنَ مَرۡيَمَ ٱذۡكُرۡ نِعۡمَتِي عَلَيۡكَ وَعَلَىٰ وَٰلِدَتِكَ إِذۡ أَيَّدتُّكَ بِرُوحِ ٱلۡقُدُسِ تُكَلِّمُ ٱلنَّاسَ فِي ٱلۡمَهۡدِ وَكَهۡلٗاۖ وَإِذۡ عَلَّمۡتُكَ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَٱلتَّوۡرَىٰةَ وَٱلۡإِنجِيلَۖ وَإِذۡ تَخۡلُقُ مِنَ ٱلطِّينِ كَهَيۡـَٔةِ ٱلطَّيۡرِ بِإِذۡنِي فَتَنفُخُ فِيهَا فَتَكُونُ طَيۡرَۢا بِإِذۡنِيۖ وَتُبۡرِئُ ٱلۡأَكۡمَهَ وَٱلۡأَبۡرَصَ بِإِذۡنِيۖ وَإِذۡ تُخۡرِجُ ٱلۡمَوۡتَىٰ بِإِذۡنِيۖ وَإِذۡ كَفَفۡتُ بَنِيٓ إِسۡرَـٰٓءِيلَ عَنكَ إِذۡ جِئۡتَهُم بِٱلۡبَيِّنَٰتِ فَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡهُمۡ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ مُّبِينٞ
૧૧૦- અને (તે સમયને યાદ કરો) જ્યારે અલ્લાહ તઆલા ઇસા ઈબ્ને મરયમને કહેશે, ઈસા ! મારા તે અહેસાનને યાદ કરો જે મેં તમારા પર અને તમારી માતા પર કર્યો હતો, જ્યારે મેં તમારી રુહુલ્ કુદુસ દ્વારા તમારી મદદ કરી તો ખોળામાં અને મોટી ઉંમરે પણ લોકો સાથે સરખી વાત કરતા હતા અને જ્યારે મેં તમને કિતાબ અને હિકમત, તૌરાત અને ઈંજિલ શીખવાડી, અને જ્યારે તમે મારા આદેશથી માટીથી પંખીઓના મુખ બનાવતા હતા, અને તેમાં ફૂંક મારતા હતા, તો મારા આદેશથી સાચે જ તે પંખી બની જતું હતું, અને તું જન્મના અંધ વ્યક્તિને મારા આદેશથી તંદુરસ્ત કરી દેતો હતો, અને જ્યારે મૃતકોને મારા આદેશથી (કબરો માંથી) કાઢી ઉભા કરી દેતો, અને જ્યારે તમે બનુ ઇસરાઇલ સામે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા તો મેં જ તમને તેમનાથી બચાવ્યા હતા, પછી તે લોકો માંથી જે લોકોએ ઇન્કાર કર્યો હતો તેઓ આ મુઅજિઝા જોઈ કહેવા લાગ્યા કે આ તો ખુલ્લું જાદુ છે.