بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ
۞وَلَقَدۡ وَصَّلۡنَا لَهُمُ ٱلۡقَوۡلَ لَعَلَّهُمۡ يَتَذَكَّرُونَ
૫૧) અને અમે સતત લોકો માટે (નસીહતની) વાતો ઉતારતા રહ્યા, જેથી તેઓ શિખામણ પ્રાપ્ત કરે.
ٱلَّذِينَ ءَاتَيۡنَٰهُمُ ٱلۡكِتَٰبَ مِن قَبۡلِهِۦ هُم بِهِۦ يُؤۡمِنُونَ
૫૨) જેમને અમે આ પહેલા કિતાબ (તૌરાત) આપી હતી, તે લોકો જ આ (કુરઆન) પર પણ ઈમાન ધરાવે છે.
وَإِذَا يُتۡلَىٰ عَلَيۡهِمۡ قَالُوٓاْ ءَامَنَّا بِهِۦٓ إِنَّهُ ٱلۡحَقُّ مِن رَّبِّنَآ إِنَّا كُنَّا مِن قَبۡلِهِۦ مُسۡلِمِينَ
૫૩) અને જ્યારે તેની આયતો તેમની સમક્ષ પઢવામાં આવે છે તો તેઓ કહી દે છે, અમે આના પર ઈમાન લાવ્યા, ખરેખર આ સાચી કિતાબ છે, જે અમારા પાલનહાર તરફથી આવી છે, અમે તો પહેલાથી જ આ કિતાબને માનતા હતા.
أُوْلَـٰٓئِكَ يُؤۡتَوۡنَ أَجۡرَهُم مَّرَّتَيۡنِ بِمَا صَبَرُواْ وَيَدۡرَءُونَ بِٱلۡحَسَنَةِ ٱلسَّيِّئَةَ وَمِمَّا رَزَقۡنَٰهُمۡ يُنفِقُونَ
૫૪) આવા લોકોને જ તેમનો સવાબ બમણું વળતર આપવામાં આવશે, તે ધીરજના બદલામાં, જે તેમણે બતાવી છે, તેઓ બુરાઈનો જવાબ ભલાઈથી આપે છે અને જ કઈ અમે તેમને આપી રાખ્યું છે, તેમાંથી (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે,
وَإِذَا سَمِعُواْ ٱللَّغۡوَ أَعۡرَضُواْ عَنۡهُ وَقَالُواْ لَنَآ أَعۡمَٰلُنَا وَلَكُمۡ أَعۡمَٰلُكُمۡ سَلَٰمٌ عَلَيۡكُمۡ لَا نَبۡتَغِي ٱلۡجَٰهِلِينَ
૫૫) અને જ્યારે નકામી વાત સાંભળે છે, તો તેનાથી અળગા રહે છે અને કહી દે છે કે અમારા કાર્યો અમારા માટે અને તમારા માટે તમારા કાર્યો . તમારા પર સલામતી થાય, અમે જાહિલ લોકો સાથે (તકરાર) કરવા નથી ઇચ્છતા.
إِنَّكَ لَا تَهۡدِي مَنۡ أَحۡبَبۡتَ وَلَٰكِنَّ ٱللَّهَ يَهۡدِي مَن يَشَآءُۚ وَهُوَ أَعۡلَمُ بِٱلۡمُهۡتَدِينَ
૫૬) (હે પયગંબર) તમે જેને ઇચ્છો હિદાયત પર નથી લાવી શક્તા, પરંતુ અલ્લાહ તઆલા જ જેને ઇચ્છે, હિદાયત પર લાવે છે. હિદાયતવાળાઓને તે ખૂબ સારી રીતે જાણે છે.
وَقَالُوٓاْ إِن نَّتَّبِعِ ٱلۡهُدَىٰ مَعَكَ نُتَخَطَّفۡ مِنۡ أَرۡضِنَآۚ أَوَلَمۡ نُمَكِّن لَّهُمۡ حَرَمًا ءَامِنٗا يُجۡبَىٰٓ إِلَيۡهِ ثَمَرَٰتُ كُلِّ شَيۡءٖ رِّزۡقٗا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ
૫૭) કાફિર લોકો કહે છે કે જો અમે તમારી સાથે મળી સત્ય માર્ગનું અનુસરણ કરવા લાગીએ તો અમને અમારા શહેર માંથી કાઢી મૂકવામાં આવશે, શું અમે તેમને શાંત અને પવિત્ર શહેરમાં જગ્યા નથી આપી? જ્યાં દરેક પ્રકારના ફળો મળી આવે છે, જે અમારી પાસે રોજી માટે છે, પરંતુ તેમના માંથી ઘણા લોકો કંઇ જાણતા નથી.
وَكَمۡ أَهۡلَكۡنَا مِن قَرۡيَةِۭ بَطِرَتۡ مَعِيشَتَهَاۖ فَتِلۡكَ مَسَٰكِنُهُمۡ لَمۡ تُسۡكَن مِّنۢ بَعۡدِهِمۡ إِلَّا قَلِيلٗاۖ وَكُنَّا نَحۡنُ ٱلۡوَٰرِثِينَ
૫૮) અને અમે ઘણી તે વસ્તીઓ નષ્ટ કરી દીધી, જેઓ પોતાના મોજશોખ પર ઇતરાવા લાગી હતી, આ છે તેમની રહેવાની જગ્યાઓ, તેમના પછી થોડાક જ ઘર એવા છે, જે આબાદ થયા, અને અમે જ દરેક વસ્તુના વારસદાર છે.
وَمَا كَانَ رَبُّكَ مُهۡلِكَ ٱلۡقُرَىٰ حَتَّىٰ يَبۡعَثَ فِيٓ أُمِّهَا رَسُولٗا يَتۡلُواْ عَلَيۡهِمۡ ءَايَٰتِنَاۚ وَمَا كُنَّا مُهۡلِكِي ٱلۡقُرَىٰٓ إِلَّا وَأَهۡلُهَا ظَٰلِمُونَ
૫૯) તમારો પાલનહાર કોઈ વસ્તીને ત્યાં સુધી નષ્ટ નથી કરતો, જ્યાં સુધી કે તેમની કોઈ મોટી વસ્તીમાં પોતાનો પયગંબર ન મોકલે, જે તેમને અમારી આયતો પઢીને સંભળાવે અને અમે એવી વસ્તીઓને નષ્ટ કરીએ છીએ જેના રહેવાસીઓ જાલિમ હોય.
وَمَآ أُوتِيتُم مِّن شَيۡءٖ فَمَتَٰعُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَزِينَتُهَاۚ وَمَا عِندَ ٱللَّهِ خَيۡرٞ وَأَبۡقَىٰٓۚ أَفَلَا تَعۡقِلُونَ
૬૦) અને તમને જે કંઇ આપવામાં આવ્યું છે, તે ફક્ત દુનિયાના જીવનનો સામાન અને તેનો શણગાર છે, હાં અલ્લાહ પાસે જે કંઇ છે, તે ખૂબ જ ઉત્તમ અને હંમેશા રહેવાવાળુ છે, શું તમે સમજતા નથી?